બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય દ્વારા યાનોમામીમાં તબીબી કટોકટી જાહેર કરાઈ
Live TV
-
બ્રાઝિલના આરોગ્ય મંત્રાલય દ્વારા યાનોમામીમાં તબીબી કટોકટી જાહેર કરવામાં આવી છે. બ્રાઝિલમાં, ગેરકાયદે સોનાની ખાણકામ અને કુપોષણ-સંબંધિત પરિસ્થિતિઓને કારણે કટોકટી જાહેર કરવામાં આવી છે. બાળકોના મૃત્યુના અહેવાલો વચ્ચે સરકારે યાનોમામી પ્રદેશમાં તબીબી-કટોકટી જાહેર કરી છે. એક પ્રકાશિત સરકારી આદેશ અનુસાર, આ ઘોષણા કરવામાં આવી છે. તેનો હેતુ યાનોમામી લોકો માટે આરોગ્ય સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો છે. જે અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન સ્થગિત કરવામાં આવી હતી. યોનોમામી વિસ્તાર દાયકાઓથી ગેરકાયદે સોનાની ખાણકામ કરતી ગેંગનો શિકાર બનતુ રહ્યું છે. સરકારે ત્યાં રહેતા 26 હજાર નાગરિકો માટે હવાઈ માર્ગે ફૂડ પેકેટ મોકલવાની સૂચના આપવામાં આવી છે.
