Skip to main content
Settings Settings for Dark

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, અત્યાર સુધી 36નાં મૃત્યુ

Live TV

X
  • બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી લોકોની હાલત કફોડી બની હતી. ધરાશાયી થયેલા મકાનો, પુલ અને રસ્તાઓના કાટમાળ વચ્ચે ફસાયેલા લોકોને શોધવા માટે ઈમરજન્સી ઑપરેશન શરૂ કરવામાં આવ્યું છે. બચાવ કાર્ય ચાલુ છે અને મૃત્યુઆંક વધી શકે છે. સ્થિતિને જોતા ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

    ગવર્નર એડ્યુઆર્ડો લેઈટે કહ્યું, 'અમે અમારા ઈતિહાસની સૌથી ખરાબ આપત્તિનો સામનો કરી રહ્યા છીએ. બચાવ કાર્ય ચાલુ છે પરંતુ અફસોસની વાત એ છે કે મૃત્યુઆંક વધી શકે છે. પ્રમુખ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ અસરગ્રસ્ત વિસ્તારને શક્ય તેટલી તમામ મદદ કરવાની ખાતરી આપી છે. 

    600થી વધુ જવાનો રાહત કાર્યમાં લાગ્યા

    બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 626 સૈનિકો સાથે 12 એરક્રાફ્ટ, 45 વાહનો અને 12 બોટ તૈનાત કરીને સંઘીય સહાય પહેલેથી જ એકત્રિત કરવામાં આવી છે. રસ્તાઓ સાફ કરવા, ખોરાક, પાણી અને ગાદલા જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ અને વિસ્થાપિત વ્યક્તિઓ માટે આશ્રયસ્થાનો સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. દરમિયાન, રાજ્યની મુખ્ય નદી ગુઆઇબા ચિંતાજનક સ્તરે પહોંચવાની શક્યતા છે. જો આમ થાય તો પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને સ્થિતિ વધુ ચિંતાજનક બની શકે છે. આગાહી એજન્સીઓએ ખતરાની ચેતવણી જારી કરી છે. વરસાદને કારણે ઘણા સમુદાયો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને જાન-માલને નોંધપાત્ર નુકસાન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply