Skip to main content
Settings Settings for Dark

બ્રાઝિલમાં વિમાન દુર્ઘટનામાં પાંચના મોત

Live TV

X
  • બ્રાઝિલમાં એક વિમાન દુર્ઘટનામાં પાંચ લોકોના મોતના અહેવાલ છે. બ્રાઝિલના રાજ્ય માટો ગ્રોસોના એમેઝોનિયન શહેર એપિયાકાસમાં એક ટ્વીન એન્જિન પ્લેન નીચે પડી જતાં આ દુર્ઘટના બની હતી.

    મૃતકોમાં કૃષિ-વ્યવસાયના માલિક અને યુનિયન સ્પોર્ટ્સ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખ એર્ની સ્પિયરિંગ, તેમના બે પૌત્રો, તેમની કંપનીના કર્મચારી અને પાઇલટનો સમાવેશ થાય છે.

    ટ્વીન એન્જિનનું કિંગ એર પ્લેન, જે સાત લોકોને સમાવી શકે છે, તે રોન્ડિનોપોલિસ શહેર તરફ જઈ રહ્યું હતું અને પૌસાડા એમેઝોનિયા ફિશિંગ લોજથી ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું, એમ જાણવા મળ્યું છે.

    અકસ્માતનું વર્ણન કરતાં બ્રાઝિલની વાયુસેનાએ કહ્યું હતું કે, એરોનોટિકલ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્રિવેન્શન સેન્ટરના નિષ્ણાતોને અકસ્માતના કારણની તપાસ કરવા માટે અપિયાસ મોકલવામાં આવ્યા છે.

    વિન્હેડો શહેરમાં વોઈપાસ એર કેરિયર દ્વારા સંચાલિત વિમાન ક્રેશ થયું હતું, જેમાં 62 લોકો માર્યા ગયા હતા તેના એક અઠવાડિયા કરતાં ઓછા સમયમાં આ દુર્ઘટના બની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply