ભારતે કેનેડાથી પોતાના રાજદૂતને પરત બોલાવ્યા, ટ્રુડો સરકારના ખોટા આરોપો બાદ ભારત સરકારનું મોટું પગલું
Live TV
-
ટ્રુડો સરકારના ખોટા આરોપો બાદ ભારત સરકારે મોટું પગલું ભર્યુ છે. ભારતે કેનેડામાં પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. ભારત સરકારે કેનેડાના હાઈ કમિશન ઈન્ચાર્જને સમન પાઠવ્યા બાદ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. ભારતના તમામ હાઈ કમીશનને કેનેડા થી પરત બોલવવામાં આવ્યા છે. સાથે જ અન્ય રાજ નાયકો અને અધિકારીઓને પણ પરત બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતના હાઈ કમીશન અને અન્ય અધિકારીઓને કેનેડા દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. જે સ્વીકાર્ય નથી ટ્રુડો સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના કારણે ભારતના રાજદ્વારીની સુરક્ષામાં ખતરો ઉભો થઇ શકે છે. જેથી તેમને પરત બોલાવવામાં આવ્યા છે.