રશિયાએ તેલ પુરવઠા પર પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત
Live TV
-
આ આદેશ આવતા વર્ષે 1લી ફેબ્રુઆરીથી 1લી જુલાઇ એમ 5 મહિના માટે અમલી રહેશે.
યૂક્રેનમાં ચાલી રહેલી રશિયન અભિયાનને કારણે તેના પેટ્રોલ પેટ્રોલિયમ ઉત્પાદનો પર મુલ્યમર્યાદા અમલી કરનારા દેશોના વિરોધમાં રશિયાએ તેમને તેલ પુરવઠો પુરો પાડવા સામે પ્રતિબંધ લાદ્યો છે. રશિયન સરકારની વેબસાઇટ મુજબ પ્રમુખ વ્લાદિમીર પુતિને આ સંદર્ભમાં એક વટહુકમ પર હસ્તાક્ષર કર્યા છે. વટહુકમમાં જણાવ્યા મુજબ રશિયન તેલ પર પ્રત્યક્ષ કે પરોક્ષ મુલ્ય મર્યાદા લાગુ કરનારા વિદેશી સંસ્થાનો અને વ્યક્તિઓને તેલ અને તેલ પ્રોડક્ટનો પુરવઠો પુરો પાડવા સામે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ આદેશ આવતા વર્ષે 1લી ફેબ્રુઆરીથી 1લી જુલાઇ એમ 5 મહિના માટે અમલી રહેશે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રમુખ પુતિન પ્રતિબંધીત દેશોને તેલ પુરવઠો પુરા પાડવા વિશેષ મંજૂરી આપી શકે છે. જી-7 સંગઠનના સભ્યો આ મુદ્દે સહમત થતાં રશિયન તેલની આયાત પર મુલ્ય મર્યાદા અમલી બનાવવામાં આવી હતી. આ નિર્ણય મુજબ રશિયન તેલની આયાત માટે પ્રતિ બેરલ સાત ડોલરથી વધુની ચુકવણી કરવા મનાઇ ફરમાવવામાં આવી હતી. રશિયા તે સાઉદી અરબ પછીના બીજા ક્રમે તેલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.
