રશિયા સાથેના સંબંધોને લઈને ભારત પર દબાણ અયોગ્ય: રશિયન વિદેશ મંત્રી લવરોવ
Live TV
-
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કહ્યું છે કે ભારત એક મહાન શક્તિ છે જે તેના રાષ્ટ્રીય હિતોને અનુસરે છે અને તેના પર મોસ્કો સાથેના સંબંધોને લઈને સંપૂર્ણપણે અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે.
રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવે કહ્યું છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતોને અનુસરે છે, તે "મહાન શક્તિ" છે અને મોસ્કો સાથેના તેના સંબંધોને લઈને તેના પર "સંપૂર્ણપણે અન્યાયી" દબાણ લાવવામાં આવી રહ્યું છે. તેમણે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "ભારત એક મહાન શક્તિ છે, તે પોતાના રાષ્ટ્રીય હિતોને નક્કી કરે છે, પોતાના મિત્રોની પસંદગી કરે છે અને અમે જાણીએ છીએ કે ભારત પર સંપૂર્ણપણે અયોગ્ય દબાણ કરવામાં આવી રહ્યું છે." તેમણે ગયા અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોસ્કો મુલાકાતની ટીકા સામે રશિયા સાથેના ભારતના સંબંધો, ખાસ કરીને ઉર્જા સહયોગનો બચાવ કરતાં કહ્યું, "મને લાગે છે કે ભારત યોગ્ય કાર્ય કરી રહ્યું છે.", લવરોવે પ્રધાનમંત્રી મોદીની મોસ્કો મુલાકાત અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની ટિપ્પણીને "ખૂબ જ અપમાનજનક" ગણાવી હતી. તેમણે કહ્યું કે, ભારતે યુક્રેનના નવી દિલ્હી સ્થિત રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશચુકને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા અને ઝેલેન્સકીની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પ્રધાનમંત્રી મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, "અમે સ્પષ્ટપણે રશિયા સાથેના ભારતના સંબંધો વિશે અમારી ચિંતા વ્યક્ત કરી છે. ભારત એક વ્યૂહાત્મક ભાગીદાર છે જેની સાથે અમે નિખાલસ વાતચીત કરી છે અને તેમાં રશિયા સાથેના સંબંધો વિશેની અમારી ચિંતાઓ શામેલ છે."
લવરોવે ભારતના વિદેશ મંત્રી રશિયા પાસેથી ઊર્જા ઉત્પાદનો ખરીદવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું, "મારા સાથી સુબ્રમણ્યમ જયશંકરે, પશ્ચિમી દેશોની મુલાકાત લીધા પછી, રશિયા પાસેથી વધુ તેલ ખરીદવા અંગેના પ્રશ્નોના જવાબમાં, આંકડાઓને ટાંકીને કહ્યું કે પશ્ચિમી દેશો પ્રતિબંધો હોવા છતાં પણ રશિયા પાસેથી ગેસ ખરીદી રહ્યા છે." અને પછી લવરોવે વધુમાં કહ્યું કે, ભારત પોતે નક્કી કરશે કે કોની સાથે વેપાર કરવો અને તેના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કેવી રીતે કરવું,"