Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજથી માલદીવ અને શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે ચર્ચા કરશે

    વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર 18થી 20 જાન્યુઆરી, 2023 દરમિયાન માલદીવ અને શ્રીલંકાની સત્તાવાર મુલાકાત લેશે. 
    માલદીવની તેમની મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ અને વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે ચર્ચા કરશે. ડૉ. એસ જયશંકર આ મુલાકાતમાં દ્વિપક્ષીય વિકાસ સહયોગ, ગ્રાઉન્ડ બ્રેકિંગ/ઉદઘાટન/સોંપણી અને ભારત-સમર્થિત સંખ્યાબંધ ચાવીરૂપ પ્રોજેક્ટના લોકાર્પણ સંબંધિત કરારો પર હસ્તાક્ષર કરશે, જે માલદીવના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપશે. 
    શ્રીલંકા એ ભારતનો ગાઢ મિત્ર અને પાડોશી દેશ છે અને ભારત દરેક સમયે શ્રીલંકાના લોકો સાથે ઊભું રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્દના અને વિદેશ મંત્રી અલી સાબરી સાથે પણ ચર્ચા કરશે. આ મુલાકાતમાં અલી સાબરી સાથે ભારત-શ્રીલંકા વચ્ચેની નજીકની ભાગીદારી અને આ ભાગીદારીને તમામ ક્ષેત્રોમાં મજબૂત બનાવવાના પગલાં વિશે ચર્ચા કરશે. 
    માલદીવ અને શ્રીલંકા બંને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મુખ્ય દરિયાઈ પડોશીઓ છે અને પ્રધાનમંત્રીના 'SAGAR' (પ્રદેશમાં તમામ માટે સુરક્ષા અને વિકાસ) અને 'નેબરહુડ ફર્સ્ટ'ના વિઝનમાં વિશેષ સ્થાન ધરાવે છે. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરની મુલાકાત ભારત માલદીવ્સ અને શ્રીલંકા સાથેના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોને મહત્વ આપે છે, તેની સાક્ષી છે. બંને દેશો સાથેના સંબંધોને નવા શિખર પર લઈ જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply