Skip to main content
Settings Settings for Dark

હવે જાપાન જવું થશે સરળ, એર ઈન્ડિયાએ જાપાનની ઓલ નિપ્પોન એરવેઝ સાથે કર્યાં કરાર

Live TV

X
  • હવે જાપાન જવું થશે સરળ, એર ઈન્ડિયાએ જાપાનની ઓલ નિપ્પોન એરવેઝ સાથે કર્યાં કરાર

    હવાઈ ​​મુસાફરી કરતા મુસાફરોને હવે ભારતથી જાપાન જવું સરળ બનશે. ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ જાપાનની ઓલ નિપ્પોન એરવેઝ (ANA) સાથે કોડશેર ભાગીદારી કરી છે. આ કરાર બાદ મુસાફરોને ફ્લાઇટના ઘણા વિકલ્પો મળી શકશે. આ કોડશેર કરાર 23 મેથી લાગુ થશે.

    એર ઈન્ડિયાએ મંગળવારે 'X' પર પોસ્ટ મુકતા લખ્યું હતું કે, આ કરારના અમલ પછી, એર ઈન્ડિયા અને ઓલ નિપ્પોન એરવેઝના મુસાફરો એક જ ટિકિટ સાથે ભારત અને જાપાનના કોઈ પણ એરપોર્ટ પરથીઉડાન ભરી શકશે. આ કરાર હેઠળ બંને એરલાઈન્સની ફ્લાઈટને એક જ ટિકિટમાં કવર કરી શકાશે.

    એરલાઈને કહ્યું કે અમે તમને ભારત અને જાપાન વચ્ચે વધુ અનુકૂળ કનેક્ટિવિટી ઓફર કરીએ છીએ. જો તમે ફ્લાઈંગ રિટર્ન્સ ગોલ્ડ અથવા પ્લેટિનમ સભ્ય છો તો તમને બંને એરલાઈન્સ પર પ્રીમિયમ સેવાઓનો આનંદ માણવા મળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply