Skip to main content
Settings Settings for Dark

હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા, લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવ્યા

Live TV

X
  • હિઝબુલ્લાએ ફરી એકવાર ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાહે ઈઝરાયેલના સૈન્ય મથકો પર મોટી સંખ્યામાં રોકેટ છોડ્યા છે. હિઝબુલ્લાએ મંગળવારે મોડી રાત્રે માઉન્ટ નેરિયા બેઝ પર રોકેટ છોડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં ઇઝરાયેલની ગોલાની બ્રિગેડ ફોર્સની બટાલિયનનું મુખ્યાલય છે. હિઝબુલ્લાએ જાહેરાત કરી હતી કે મંગળવારે રાત્રે 10 વાગ્યે જલ અલ-દીરમાં જ્યાં ઇઝરાયેલી સૈનિકો તૈનાત હતા તે સ્થાનો પર મોટા પ્રમાણમાં રોકેટ છોડ્યા હતા.

    ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ લેબનોનના તિરી, હદ્દાથા અને રચ્છફમાં હવાઈ હુમલા કર્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ લેબેનોનના કાફ્ર કિલા અને ખિયામ ગામો તેમજ કુનીન નગરપાલિકા પર પણ હવાઈ હુમલા કર્યા હતા.

    અલ-મનાર અને અલ જઝીરાના અહેવાલો અનુસાર, હિઝબુલ્લાએ અગાઉ ઉત્તરી ઇઝરાયેલમાં મેરોન બેઝ પર દક્ષિણ લેબનોનથી 20 થી વધુ રોકેટ છોડ્યા હતા. અલ-મનારે અહેવાલ આપ્યો છે કે પશ્ચિમી ગેલિલીમાં ભારે રોકેટ છોડવામાં આવ્યા હતા. વિસ્ફોટ બાદ વિસ્તારમાં સાયરનનો અવાજ સંભળાયો હતો.

    હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયલે ગાઝામાં ઘૂસીને હમાસના સ્થાનો પર કાર્યવાહી કરી. લેબનીઝ સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાએ હમાસના સમર્થનમાં ઇઝરાયેલ તરફ રોકેટ છોડ્યા હતા. ત્યારથી લેબનોન-ઈઝરાયેલ બોર્ડર પર તણાવ વધી ગયો છે. આ પહેલા ઈઝરાયેલે બેરૂત પર મોટો હુમલો કર્યો હતો, જેમાં વરિષ્ઠ હિઝબુલ લશ્કરી કમાન્ડર ફૌઆદ શોકોર અને સાત નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ હિઝબુલ્લાના મહાસચિવ હસન નસરાલ્લાહે ઈઝરાયેલને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply