2024ની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં 22 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું
Live TV
-
2024ની શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં 22 ભારતીય કંપનીઓને સ્થાન મળ્યું
TIMEની 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓમાં દેશની ઘણી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં વિશ્વભરની 1000 કંપનીઓનો સમાવેશ થાય છે અને આમાંથી 22 કંપનીઓ ભારતીય છે. આ યાદીમાં ટોચની ભારતીય કંપનીઓમાં HCLTech અગ્રણી છે અને કંપની આ યાદીમાં 112મા ક્રમે છે. દરમિયાન ઈન્ફોસિસ 119માં અને વિપ્રો 134માં ક્રમે છે. યાદીમાં અન્ય કંપનીઓ મહિન્દ્રા ગ્રૂપ 187મા સ્થાને, લાર્સન એન્ડ ટુબ્રો 549મા સ્થાને, ITC લિમિટેડ 586મા સ્થાને અને હીરો મોટોકોર્પ 597મા સ્થાને છે.
બેન્કિંગ સેક્ટરમાં એક્સિસ બેન્ક 504માં સ્થાને છે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 518માં સ્થાને છે. ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક અનુક્રમે 525મા અને 551મા ક્રમે છે. આ સાથે અદાણી ગ્રૂપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ અનુક્રમે 736 અને 646માં સ્થાને છે. અહીં તમામ ભારતીય કંપનીઓ અને તેમની રેન્કિંગની સંપૂર્ણ સૂચિ છે
Indian Companies Rank
- HCLTech 112
- Infosys 119
- Wipro 134
- Mahindra Group 187
- Axis Bank 504
- State Bank of India 518
- ICICI Bank 525
- Larsen & Toubro 549
- Kotak Mahindra Bank 551
- ITC Limited 586
- Hero MotoCorp 597
- Reliance Industries 646
- Motherson Group 697
- Adani Group 736
- NTPC Limited 752
- Yes Bank 783
- Bank of Baroda 850
- Godrej & Boyce 921
- Bajaj Group 952
- Cipla 957
- Bharat Electronics Limited 987