Skip to main content
Settings Settings for Dark

PM BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે, સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા

Live TV

X
  • PM મોદી આ મહિનાની 22મી તારીખથી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે. વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

    સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજવાની પણ અપેક્ષા છે
    આ BRICS દ્વારા શરૂ કરાયેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભાવિ સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની મૂલ્યવાન તક પૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી તેમની મુલાકાત દરમિયાન તેમના સમકક્ષો અને બ્રિક્સ સભ્ય દેશોના આમંત્રિત નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી અપેક્ષા છે.

    બ્રિક્સ શું છે અને તેનો ઇતિહાસ
    તે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનું સંગઠન છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં BRICS સંસ્થાની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે કારણ કે તે વિશ્વની વસ્તીના લગભગ 43% અને વિશ્વ GDPમાં 30% યોગદાન આપે છે. તમામ 5 BRICS દેશો પણ G-20નો ભાગ છે, જે વિશ્વના 20 દેશોના સમૂહ છે. દર વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે.

    બ્રિક્સની સ્થાપના 2006માં થઈ હતી અને તેની પ્રથમ સમિટ 2009માં થઈ હતી. તેની સ્થાપના સમયે, તેનું નામ BRIC હતું અને તેમાં ચાર દેશો - બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીનનો સમાવેશ થતો હતો. દક્ષિણ આફ્રિકા 2010 માં આ જૂથમાં જોડાયું હતું અને તે પછી આ જૂથનું નામ BRIC થી BRICS થઈ ગયું હતું. દક્ષિણ આફ્રિકાએ 2011માં પ્રથમ વખત તેની સમિટમાં ભાગ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply