Skip to main content
Settings Settings for Dark

In last 24 Hours Corona Recovery Rate in State is 98.76% | New Focus | 30-09-2021

Live TV

X
Gujarati

1 ...  આરોગ્ય ક્ષેત્રને મજબુત કરવા માટે કેન્દ્ર સરકારની રાજસ્થાનને મોટી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચાર નવી મેડિકલ કોલેજનો કર્યો શિલાન્યાસ કહ્યું આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન માટે સરકારની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત ,, અને આયુષ્માન ભારત ડીજીટલ મિશન છે. પ્રમુખ ઘટક  - તો પ્રધાનમંત્રીએ પેટ્રોકેમિકલ પ્રૌદ્યોગિકી સંસ્થાનું કર્યું ઉદ્ઘાટન.

2... સ્વચ્છ ભારત શહેરી મિશન 2.0 નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે પ્રારંભ -  આવતીકાલે સવારે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં યોજાશે   સમારંભ - શહેરી ક્ષેત્રમાં જળ પ્રબંધન સુધાર માટે અટલ મિશન 2.0ની પણ કરાશે શરૃઆત.

3... નવા એર ચીફ માર્શલ વિવેક  રાવ ચૌધરીએ સંભાળ્યો પદભાર - સંરક્ષણ મંત્રી રાજનાથ  સિંહ સાથે કરી , શિષ્ટાચાર મુલાકાત - વર્ષ 1982માં  વાયુસેનામાં જોડાયા  હતા - વાયુસેનામાં વિભિન્ન પદો પર નિભાવી છે , મહત્વપૂર્ણ ભૂમિકા .

4.... આરોગ્ય મંત્રાલયે કહ્યું,  દેશમાં સક્રિય કેસોમાં સતત થઇ રહ્યો છે ઘટાડો - દેશના કુલ સક્રિય કેસના 52 ટકા કેસ , માત્ર કેરળમાં -  દેશના 69 ટકા વયસ્ક લોકોએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ -   ગુજરાતમાં 86 ટકા લોકોને પ્રથમ ડોઝનું રસીકરણ, , તો  38 ટકા લોકો , બીજો ડોઝ લઇ બન્યા સુરક્ષિત -  તો ડેન્ગ્યુ વિરુદ્ધ રસી વિકસાવવા માટે 

5..  દેશમાં કોવિડ-19ના વેક્સિનેશનનો આંક 88 કરોડને પાર ..  દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના  23 હજાર 529 નવા કેસ  નોંધાયા  -  28 હજાર 718 દર્દીઓ થયા સાજા 

6...  રાજ્યમાં  આજે  કોરોનાના નવા  20  કેસ  નોંધાયા -  તો 18 દર્દીઓ થયા સાજા, સુરત અને વલસાડમાં 6-6 કેસ તો અમદાવાદમાં નોંધાયા 3 નવા કેસ - રાજ્યમાં આજે ચાર લાખ 24 હજાર 219  વ્યક્તિઓનું થયું રસીકરણ 

7..  આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની , હવામાન વિભાગની  આગાહી - સૌરાષ્ટ્ર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર,  જામનગર, જૂનાગઢ,  અને રાજકોટમાં વરસી શકે છે ભારે વરસાદ  - 2જી  ઓક્ટોબર સુધી  દરિયો નહીં ખેડવા , માછીમારોને  સૂચના - વાવાઝોડાની આગાહીના પગલે આજે કચ્છ ના  કંડલા, મુન્દ્રા, જખૌ , અને માંડવી બંદર ઉપર ,, ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ.. -   તો દ્વારકાના કલ્યાણપુર પંથકના જામ રાવલ ગામે ,, વર્તું 2 ડેમનું પાણી છોડવાથી ,, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ 

8. રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી માટે નોંધણી પ્રક્રિયાનો આવતીકાલથી  પ્રારંભ - મગફળીની ખરીદી માટે તા.૩૧મી ઓક્ટોબર સુધી કરાશે નોંધણી - જ્યારે ડાંગર, મકાઇ અને બાજરી માટે તા.૧૬મી ઓક્ટોબર સુધી નોંધણીની સમય મર્યાદા

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply