Skip to main content
Settings Settings for Dark

In last 24 Hours Recovery rate in state is 97.84% | News Focus | 17-06-2021

Live TV

X
Undefined

1. CBSE અને  ICSEએ   ધો.12ના પરિણામ તૈયાર કરવા માટે  આપેલ  મુસદ્દાને ,, સુપ્રિમ કોર્ટે આપી મંજૂરી... શિક્ષણ મંત્રીએ કોર્ટના નિર્ણયને રાખ્યો માન્ય --  કહ્યું,  શિક્ષણ સાથે જોડાયેલ તમામ હિત  ધારકો , અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે , સરકાર પ્રતિબદ્ધ...   ધોરણ-12નું પરિણામ , 31 જુલાઈ સુધી થશે જાહેર..

2. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે આસામના લખિનપુર જિલ્લામાં ,, કિમિન-પોટિન રોડ સહિત , 12 યોજનાઓનું કર્યું ઉ્દઘાટન..  કહ્યું, સ્થાનિકોને   લાભ મળશે  , અને સલામતીની ભાવના પણ વિકસશે....  ચીન સાથે બોર્ડર પર બુનિયાદી ઢાંચા અને સંપર્ક માટે,,   બોર્ડર રોડ્સ ઑર્ગેનાઈઝેશનની કામગીરીની કરી પ્રશંસા..

3. લોથલની વિરાસતને વધુ સમૃદ્ધ કરવા ,, શિપિંગ મંત્રાલય અને સાંસ્કૃતિક મંત્રાલય વચ્ચે થયા એમ ઓ યુ.....  એમ.ઓ.એસ.પી.ડબલ્યૂ.  ના સહયોગથી , લોથલમાં બનશે સમુદ્રી ઈતિહાસની ઝાંખી કરાવતું મ્યૂઝિયમ...  કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું,  આ મ્યુઝિયમ ,, ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રદર્શિત કરશે...

4. દેશમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ,  1 લાખથી પણ ઓછા...  24 કલાકમાં નોંધાયા 67 હજાર 208 નવા કેસ..  સામે એક લાખ 3 હજાર 507 લોકો થયા સ્વસ્થ.. દેશમાં 26 કરોડ 54 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ...  દેશમાં અત્યાર સુધી માં , 38 કરોડ 52 લાખથી વધુ લોકોના સેમ્પલની કરાઈ છે તપાસ...

5.  રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડી છેલ્લા 24 કલાકમાં નવા 293 કેસ નોંધાયા... તો 770 દર્દીઓ સાજા થવા ની સાથે , રિકવરી રેટ 97.84 ટકાએ પહોંચ્યો...  આજે  6 દર્દીઓના થયા મૃત્યુ...   24 કલાકમાં નવા 2 લાખ 52 હજારથી વધુ લોકોને અપાઈ રસી...  અમદાવાદમાં નવા 47,  સુરતમાં 66,  અને રાજકોટમાં , નવા 19 કેસ નોંધાયા...

6. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે 13 હજાર લીટર ની ક્ષમતા ની  લિક્વિડ ઑક્સિજન ટેન્કનું , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું લોકાર્પણ... કહ્યું, રાજ્યની મેડિકલ ઑક્સિજનની ક્ષમતા , 1800 મેટ્રિક ટન લઈ જવા સરકાર પ્રયત્નશીલ...   SGVPના અધ્યક્ષ સ્વામીએ,  કોરોના નિયંત્રણ અંગે  ગુજરાત સરકારની કામગીરીના કર્યાં વખાણ...

7. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધી નડા  બેટની મુલાકાત... ટી જંક્શન , તથા ફેઝ 1 અને 2 ના કામોનું કર્યું નિરીક્ષણ...  નડેશ્વરી માતાના કર્યાં દર્શન --  કહ્યું, સીમાદર્શન , ગુજરાતને વિશ્વ પ્રવાસનમાં બનાવશે અગ્રેસર... રાજ્યના એક  માત્ર બોર્ડર ટુરિઝમ કેન્દ્ર ઝીરો પોઈન્ટ ખાતે ,, પ્રવાસન સુવિધાઓ વિકસાવાશે...

8. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, અને  સુરત સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ...  ક્યાંક હળવા તો ક્યાંક ધોધમાર વરસાદે ,, બફારા અને ગરમીથી આપ્યો છૂટકારો...  આગામી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી... યાત્રાધામ પાવાગઢમાં વરસાદે સર્જ્યા આહ્લાદક દ્રશ્યો....
 

Video: 
News Bulletin Type: 
Video Thumbs: 
X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply