અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે
અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ.
ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી છે. જેમાંથી 9માં જીત મેળવી છે તો 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું છે.
ગતરોજ રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સ સામે એક વિકેટથી રોમાંચક જીત મેળવી છે. ટીમે 20મી ઓવરના ત્રીજા બોલ પર 210 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. આશુતોષ શર્માએ શાહબાઝ અહેમદના બોલ પર સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.