અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,000થી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
Live TV
-
કાશ્મીરમાં, વાર્ષિક અમરનાથ યાત્રાના પ્રથમ દિવસે 7,000 થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બાલતાલ રૂટથી 4 હજાર 735 તીર્થયાત્રીઓ યાત્રા માટે રવાના થયા હતા જ્યારે 2.5 હજાર શ્રદ્ધાળુઓએ પહેલગામ રૂટથી યાત્રાની શરૂઆત કરી હતી.
ચાર હજાર ચારસો સોળ યાત્રાળુઓનો બીજો ટુકડો જમ્મુના યાત્રી નિવાસથી બાલતાલ અને નુનવાનના બેઝ કેમ્પ પહોંચશે અને આવતીકાલે યાત્રા ચાલુ રાખશે.જમ્મુ અને કાશ્મીરના નાગરિક અને સુરક્ષા સંસ્થાઓ દ્વારા બે મહિના લાંબી આ યાત્રાના સુચારુ સંચાલન માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે રાજભવન ખાતે સ્થાપિત કંટ્રોલ રૂમમાં અમરનાથ યાત્રા માટે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
