અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ધસારો, અત્યારસુધી 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
Live TV
-
કાશ્મીર ઘાટીમાં હાલ અમરનાથયાત્રા ચાલી રહી છે. ખરાબ વાતાવરણ અને વરસાદી માહોલ વચ્ચે પણ શ્રદ્ધાળુઓ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે. આ યાત્રિકોની સંખ્યા ગત વર્ષ કરતાં વધી ગઈ છે. ગુરુવારે 3 લાખ 69 હજાર 150 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા તેની સાથે અત્યાર સુધીનો કુલ આંકડો 3 લાખ 69 હજાર 288 થયો છે. ગત વર્ષે આ સમયે 3 લાખ 65 હજાર 721 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ યાત્રાની સફળતાનો શ્રેય મુખ્યત્વે તંત્રની વ્યવસ્થાને જાય છે. આ વર્ષે વિદેશી યાત્રિકોની સંખ્યા પણ વધી છે.
અગાઉ 21 દિવસમાં 3 લાખ 17 હજારથી વધારે શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શને આવ્યા હતા. તે સમયે જ તંત્રએ અંદાજો લગાવ્યો હતો કે આ સંખ્યામાં વધારો થઈ શકે છે. અમરનાથ યાત્રા 62 દિવસ સુધી ચાલે છે, હવે તે 31 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે.
