અમિત શાહ આજે સંબોધશે 2 સભા, સાતામઢી અને મધુબનીમાં અમિત શાહની સભા
Live TV
-
અમિત શાહ આજે સંબોધશે 2 સભા, સાતામઢી અને મધુબનીમાં અમિત શાહની સભા
તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો હાલમાં લોકસભા ચૂંટણી 2024ના પ્રચારમાં વ્યસ્ત છે. ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હાલમાં 3 તબક્કામાં મતદાન થવાનું છે જેથી તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ આજે બિહારની મુલાકાત લેશે. અમિત શાહ લોકસભામાં ભાજપની 400 સીટ આવે તે માટે મહેનત કરી રહ્યાં છે.
સીતામઢીમાં અમિત શાહની સભા
અમિત શાહ બપોર 12:30 કલાકે સીતામઢી લોકસભા વિસ્તારમાં સભાને સંબોધિત કરશે. સીતામઢી લોકસભા વિસ્તારમાં આવેલી ગોયનકા કોલેજ ગ્રાઉન્ડમાં અમિત શાહની જનસભાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.મધુબનીમાં અમિત શાહની સભા
સીતામઢીમાં સભાને સંબોધિત કર્યા પછી અમિત શાહ મધુબનીમાં લોકસભાક્ષેત્રમાં સભા સંબોધશે. મધુબનીમાં આવેલા બિસ્ફી રહીકા પ્રાથમિક વિદ્યાલયમાં અમિત શાહ બપોરે 2 કલાકે સભા સંબોધશે.
