અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો, આજથી વધારો થયો લાગુ
Live TV
-
અમૂલ દૂધના ભાવ વધારો થયો છે. અમૂલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે.
દેશભરમાં જાણીતી ડેરી અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ દૂધની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારો સમગ્ર રાજ્યમાં આજથી જ લાગુ કરવામાં આવ્યો છે. અમૂલ ટી સ્પેશિયલ 1 લિટર માટે 62ને સ્થાને રૂપિયા 64 અને અમૂલ શક્તિનો પ્રતિ લિટરનો ભાવ રૂપિયા 60ને સ્થાને 62 થઇ ગયો છે.
