Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ એઈડ્સ દિવસ, દેશભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન

Live TV

X
  • દિલ્હીમાં આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધન સામુદાયિક પહેલથી આવનારા બદલાવ થીમ પર આયોજિત કાર્યક્રમમાં આપશે હાજરી

    આજે વિશ્વ એઈડ્સ દિવસ છે. દેશભરમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે..દિલ્હીમાં આરોગ્યમંત્રી ડૉ.હર્ષવર્ધન સામુદાયિક પહેલથી આવનારા બદલાવ થીમ પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે..80 ના દાયકામાં ભારતમાં પ્રથમ એડ્સનો કેસ નોંધાયો હતો, ત્યારથી દેશમાં આ રોગથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. જો કે, સરકાર દ્વારા લેવામાં આવેલા નિવારક પગલાને કારણે હવે સ્થિતિ ઝડપથી સુધરી રહી છે.સરકારનો લક્ષ્યાંક છે કે તે 2024 સુધીમાં તેને દેશથી સંપૂર્ણ રીતે ભૂંસી નાખશે. સરકારે એચ.આય.વી-એઇડ્સ સામેના યુદ્ધને વધુ તીવ્ર બનાવવા માટે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન (નાકો) ની રચના કરી છે, આ સાથે, આ કામમાં ખ્યાતનામ હસ્તીઓ, આરોગ્ય કાર્યકરો અને સામાન્ય લોકોનો સહયોગ પણ માંગવામાં આવી રહ્યો છે. એચ.આય.વી-એડ્સના દર્દીઓને જરૂરી તબીબી સહાય આપવાની સાથે, સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટર પર ટ્વીટ કરી  લખ્યુ છે કે 32 માં વિશ્વ એડ્સ દિવસ પર, વિશ્વભરની તમામ સંસ્થાઓ અને લોકોનો ખૂબ ખૂબ આભાર, જે બાળકો અને પરિવારોને એઇડ્સથી બચાવવા માટે અથાક મહેનત કરે છે . આપણે સમુદાયોના અર્થપૂર્ણ જોડાણની ખાતરી કરવી જોઈએ અને  એઈડ્સને ફેલાતો રોકવાની મજબૂત હિમાયત કરવી જોઈએ!

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply