Skip to main content
Settings Settings for Dark

આરજી કાર કેસમાં સંદીપ ઘોષની 103 કલાક કરાઈ પૂછપરછ, 14માં દિવસે પણ પૂછપરછ ચાલુ

Live TV

X
  • મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને અને હત્યાના કેસમાં CBIએ કોલકાતાની આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 13 દિવસમાં 100 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી છે. 14માં દિવસે ફરી વખત સંદીપ ઘોષ CGO કોમ્પ્લેક્સમાં આવેલી CBI ઓફિસમાં પૂછપરછ માટે પહોંચ્યા હતા. આજે પણ તેમની સઘન પૂછપરછ કરવામાં આવશે.

    IMAએ ડૉ. સંદીપ ઘોષને સસ્પેન્ડ કર્યા
    બીજી તરફ IMAએ ડૉ. સંદીપ ઘોષને સસ્પેન્ડ કરી દીધા છે. 14 દિવસમાં સંદીપ ઘોષને 13 વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં તેમને લગભગ 103 કલાક સુધી CBIના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.

    સંદીપ ઘોષ બે કેસમાં મુખ્ય આરોપી છે
    મહિલા ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મના આ જઘન્ય કેસમાં CBIને આરજી કાર હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની તપાસની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ બન્ને કેસમાં સંદીપ ઘોષને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે.

    તપાસ એજન્સી આ કેસ સાથે જોડાયેલા દરેક પાસાઓની ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. CBIની સતત તપાસ વચ્ચે આ કેસમાં ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ ખુલાસો થઈ શકે છે. તપાસ એજન્સી આ કેસ સાથે જોડાયેલા દરેક પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે, જેથી સત્ય બહાર લાવી શકાય. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply