ઈન્દોરમાં ચાર માળની હોટલ ધ્વસ્ત થતાં 7ના મોત, 2 ઘાયલ
Live TV
-
ઈન્દોરના સરવટે બસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે એક ચાર માળની હોટલ અચાનક ધ્વસ્ત થઈ જતાં ઓછામાં ઓછા 7ના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે.
ઈન્દોરના સરવટે બસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે એક ચાર માળની હોટલ અચાનક ધ્વસ્ત થઈ જતાં ઓછામાં ઓછા 7ના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા છે. હાલમાં પણ ઘટનાસ્થળ પર રાહતકાર્ય ચાલુ છે.
મધ્યપ્રદેશમાં ઈન્દોરના સરવટે બસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે ચાર માળની હોટલ ધ્વસ્ત થવાની ઘટના બની હતી, જેમાં 7 લોકોના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગીચ વસ્તી ધરાવતા બસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી એમએસ હોટલની ઈમરત અચાનક ઢળી પડી હતી. આ ઈમારતમાં લૉજ પણ ચાલતી હતી.
હાલમાં ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. જો કે હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો દટાયા હોય તેવી શક્યતા છે. જેના પગલે મૃતકોનો આંકડો વધી શકે છે. સરવટે બસ સ્ટેશનનો વિસ્તાર ગીચ વસ્તી ધરાવતો માનવામાં આવે છે. આ વિસ્તારમાં અન્ય 15 હોટલ અને રેસ્ટોરન્ટ આવેલી છે. માહિતી પ્રમાણે શનિવાર અને રવિવાર રજાના દિવસ હોવાથી વિસ્તારમાં ભીડ વધુ હતી. જેના કારણે કાટમાળમાં રસ્તાની આસપાસ ઉભેલા લોકો દટાયા હોય તેવી પણ શક્યતા છે.