ઉત્તરપ્રદેશ વિધાનસભાની પહેલા તબક્કા માટેની ચૂંટણીના જાહેર પ્રચારની અવધી આવતીકાલે પૂર્ણ થશે
Live TV
-
ઉત્તરપ્રદેશ વિધાનસભાની 10મી ફેબ્રુઆરીએ યોજાનારી પહેલા તબક્કા માટેની ચૂંટણીના જાહેર પ્રચારનીઅવધી આવતીકાલે પૂર્ણ થશે. ચૂંટણી પ્રચાર માટે બે દિવસ બાકી હોવાથી રાજકીય પક્ષોનાઆગેવાનો મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉત્તરપ્રદેશમાં વિવિધ રેલીઓને સંબોધવા ઉપરાંત ઘેર-ઘેર ફરીને પ્રચારકરશે. ભાજપના રાજનાથસિંહ શાહજહાનપુરમાં BSPના માયાવતી બરેલીમાં, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવસહારનપુરમાં રેલીને સંબોધશે. દરમ્યાન મતદાન અંગે જાગૃતિ કેળવવા ચૂંટણી પંચના ઉપક્રમે અમેઠી જિલ્લામાં ક્રિકેટ મેચજ્યારે બાંદા જિલ્લામાં પાંચ કિલોમીટર લંબાઈની રેલી ગઈકાલે યોજવામાં આવી હતી.
ભાજપે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના 45 ઉમેદવારોની યાદી ગઈકાલે બહાર પાડી છે, જેમાં ઘણા વર્તમાન ધારાસભ્યોને ટિકિટઆપવામાં આવી નથી. દરમ્યાન પંજાબમાં ચૂંટણી પંચની દેખરેખ ટીમોએ આદર્શ આચાર સંહિતાના ભંગના આરોપસર 329 કરોડ 49 લાખ રૂપિયાની ચીજવસ્તુઓ અને 39 લાખ લીટર દારૂ પકડી પાડ્યો છે. એવી જ રીતે લાયસન્સવગરના 96 શસ્ત્રો પણ જપ્ત કરાયા છે.
