Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં ભારે ઠંડી-ધુમ્મસ; જમ્મુ-કાશ્મીર-હિમાચલમાં બરફવર્ષાનો અંદાજ

Live TV

X
  • ઉત્તરભારત માં હાલમાં ભારે ઠંડી પડી રહી છે. પંજાબ,હરિયાણા ચંદીગઢ, અને દિલ્હીના મોટા ભાગમાં ધુમ્મસ છવાયેલ છે. આજે સવારે રાજધાની દિલ્હીમાં ધુમ્મસની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો. અને ભારે ઠંડીથી થથરતા દિલ્હીને આગામી દિવસોમાં રાહત મળી શકે છે. જોકે આ પ્રદેશમાં ભારે ધુમ્મસ છવાઇ રહેવાના પગલે લોકોને મુશ્કેલીમાંથી પસાર થવું પડશે.

    ઠંડીના પગલે સ્કુલોમાં શિયાળું વેકેશન લંબાવાયું છે. ધુમ્મસને કારણે રેલ, રસ્તા અને હવાઇ વાહનવ્યવહારને અસર પહોચી છે. મોટાભાગની ટ્રેન મોડી ચાલી રહી છે. સોમવારે પણ દિલ્હીના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર વિઝીબીલીટી ઓછી હોવાના કારણે કેટલીક ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગે 11 અને 12 જાન્યુઆરીના રોજ જમ્મુ, જમ્મુ-કાશ્મીર, અને હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષા થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

    ગુજરાતમાં પતંગ રસિયાઓને મોજ
    ઉત્તરાયણ તહેવારને લઇને પતંગ રસિકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં 12.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ  શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2 ડિગ્રી , લઘુતમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply