Skip to main content
Settings Settings for Dark

ઉમેશપાલ અપહરણ કેસમાં આજે અતીકને કોર્ટમાં હાજર કરાશે

Live TV

X
  • 28 ફેબ્રુઆરી 2006ના રોજ ઉમેશપાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટમાં આરોપી અતીક અહમદ અને તેના ભાઈ અશરફને હાજર કરવામાં આવશે. આજે બધાની નજર કોર્ટની સુનાવણી પણ રહેશે. નોંધનીય છે કે, આરોપી માફિયા અતીક અહમદને ગઈ કાલે સાંજે જ અમદાવાદની સાબરમતી જેલમાંથી અને તેના ભાઈ અશરફને બરેલી જેલથી પ્રયાગરાજની નૈની જેલ લાવવામાં આવ્યા છે. 

    જેલની સુરક્ષા પહેલાથી જ વધારી દેવામાં આવી છે. અતીક માટે જેલની અંદર એક હાઇ સિક્યોરિટી બેરેક બનાવવામાં આવ્યું છે. 16 નવા CCTV લગાવવામાં આવ્યા છે.

    અતીક ઉપર 17 વર્ષની ઉંમરે જ મર્ડરનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતીક અહેમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અત્યારે હાલ નાની-મોટી થઈને તેની સામે 196 ફરિયાદ કરવામાં આવી છે. તેની સામે ઉત્તરપ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલાહાબાદમાં જ નહીં, પરંતુ બિહારમાં પણ મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. તેની વિરુદ્ધમાં સૌથી વધુ અલાહાબાદ (હવે પ્રયાગરાજ)માં કેસ નોંધાયેલા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply