કર્ણાટકઃ મતદાન શરુ, 11 વાગ્યા સુધીમા 24% મતદાન
Live TV
-
કર્ણાટકઃ મતદાન શરુ, 11 વાગ્યા સુધીમા 24% મતદાન
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 224માંથી 222 સીટો માટે મતદાન શરૂ થઈ ગયું છે. 2 સીટ પર ચૂંટણી રદ કરી દેવામાં આવી છે. વોટિંગ શરૂ થતાં જ યેદિયુરપ્પાએ શિમોગના શિકારીપુરામાં તો કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યું છે. યેદિયુરપ્પાએ ભાજપને 140થી 145 સીટ અપાવવાનો વાયદો કર્યો છે. આ ચૂંટણીના પરિણામ 15મેએ આવશે ..
11 વાગ્યા સુધીમાં 24% મતદાન નોંધાયુ..જેમાં શ્રી શ્રી રવિશંકરે કર્યું મતદાન અને દેવગૌડાએ તેમના પરિવાર સાથે કર્યું મતદાન
.9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયુ છે. મતદાન કરતા પહેલાં બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સદાનંદ ગૌજાએ પુત્તૂરમાં મતદાન કર્યું. તેમણે કહ્યું છે કે, આ વખતે વધારે મતદાન થશે. લોકો સિદ્ધારમૈયા સરકારને રાજ્યમાંથી હટાવવા માગે છે. મને આશા છે કે, લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઘરેથી નીકળશે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ શિમોગાના શિકારીપુરામાંથી મતદાન કર્યું. તેમણે લોકોને કહ્યુંસ લોકો સિદ્ધારમૈયા સરકારથી કંટાળી ગયા છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ વધુને વધુ મતદાન કરે. હું વિશ્વાસ અપાવું છું કે, અમે સારી સરકારી લાવીશું. રાજ્યની 222 સીટો પર મતદાન શરૂ થયું