કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -ઈપીએફઓએ પ્રોવિઝનલ સેલરી ફંડના આંકડા જાહેર કર્યા
Live TV
-
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન -ઈપીએફઓએ પ્રોવિઝનલ સેલરી ફંડના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ માર્ચ 2023 દરમિયાન 13 લાખ ચાલીસ હજાર સભ્યો ની સરખામણીમાં EPFOએ આ વર્ષના એપ્રિલ મહિનામાં 17 લાખ 20 હજાર સભ્યો ઉમેર્યા છે. 17 લાખ 20 હજાર સભ્યોમાંથી લગભગ 8 લાખ 47 હજાર નવા સભ્યો પહેલીવાર EPFOના સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવ્યા છે. 18 થી 25 વર્ષની વયના નવા સભ્યોમાંથી 54.15 ટકા આ મહિને જોડાયા છે. 18 થી 25 વર્ષની વય જૂથના મોટાભાગના સભ્યો દેશના સંગઠિત ક્ષેત્રના છે.
