કારગિલ વિજયના 25 વર્ષ પૂર્ણ, ભારતીય સેનાએ દિલ્હીથી દ્રાસ સુધી કાર રેલી શરૂ કરી
Live TV
-
કારગિલ યુદ્ધમાં ભારતની જીતની 25મી વર્ષગાંઠ નિમિત્તે 'હાર્ટ ટુ બ્રેવહાર્ટ્સ' નામની કાર રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. દિલ્હીના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ભાવનીશ કુમારે દિલ્હી છાવણીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડથી કાર રેલીને લીલી ઝંડી આપી હતી.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'હાર્ટ ટુ બ્રેવહાર્ટ્સ' કાર રેલીએ કારગિલ યુદ્ધના નાયકોનાી બહાદુરી, નિશ્ચય અને બલિદાનને શ્રદ્ધાંજલિ છે. કારગિલ યુદ્ધની સિલ્વર જ્યુબિલીની યાદમાં આ ઉજવણી કરવામાં આવી. કાર રેલીને 30 જૂન 2024ના રોજ તનોટ બોર્ડર પોસ્ટ, તેજુ અને કોચી બંદરેથી વારા ફરતી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નાગરિકો દ્વારા દેશભરના સૈનિકોને ખાસ કરીને સરહદો પર તૈનાત સૈનિકોને સંદેશો આપવામાં આવ્યો હતો.
વિવિધ ટીમો 9 જુલાઈના રોજ દિલ્હીમાં એસેમ્બલ થઈ હતી અને આજે દ્રાસમાં કારગીલ યુદ્ધ સ્મારક માટે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ રેલી 15મી જુલાઈ 2024ના રોજ કારગીલ વોર મેમોરિયલ ખાતે સમાપ્ત થતાં પહેલાં 10000 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, રેલી માર્ગમાં વિવિધ સૈન્ય મથકોમાંથી પસાર થાય છે અને ભારતીય સેનાના બહાદુર સૈનિકોનું સન્માન કરે છે. સેવા આપતા જવાનો, નિવૃત્ત સૈનિકો, બહાદુર મહિલાઓ અને બહાદુર સૈનિકોના પરિવારજનો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં તમામ મુખ્ય સ્થળોએ ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું. કારગિલ યુદ્ધમાં અદમ્ય પ્રદર્શન કરનારા બહાદુર પુરુષો અને મહિલાઓનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ રેલીમાં નાગરિકો પત્રો, કવિતાઓ, સ્કેચ અને અન્ય રચનાત્મક અભિવ્યક્તિઓના રૂપમાં તેમના સંદેશાઓ મોકલી રહ્યા છે. રેલી દેશના ખૂણે ખૂણેથી પસાર થાય છે ત્યારે કારગિલ યુદ્ધ દરમિયાનની હિંમત, બલિદાન અને દેશભક્તિની ગાથાઓ સંભળાવવામાં આવી રહી છે. સમગ્ર ભારતમાંથી એકત્ર કરાયેલા પત્રો, સંદેશાઓ અને પોસ્ટરો/ફોટોગ્રાફના રૂપમાં સંદેશાઓ પણ પહોંચાડી રહી છે. આ ઝુંબેશ એ તમામ ભારતીયો માટે ભારતીય સશસ્ત્ર દળો પ્રત્યે તેમની પ્રશંસા વ્યક્ત કરવાની તક છે.