Skip to main content
Settings Settings for Dark

કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર, કેરળમાં ચોમાસું સમય પહેલાં પહોંચ્યું

Live TV

X
  • દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમય પહેલાં કેરળના કિનારે પહોંચી ગયું છે. હવામાન વિભાગે અગાઉ 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ આગાહીના એક દિવસ પહેલાં જ કેરળમાં ચોમાસું ત્રાટક્યું હતું. હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે.

    હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારે જણાવ્યું હતું કે તમામ સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આજે અમે કેરળમાં ચોમાસું આગળ વધવાની જાહેરાત કરી છે. ચોમાસાએ કેરળના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે. તેમણે કહ્યું કે તે આગામી 3-4 દિવસમાં તમિલનાડુ અને કર્ણાટકના ભાગો તેમજ પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બાકીના ઉત્તરપૂર્વીય રાજ્યોને આવરી લે તેવી શક્યતા છે.

    આમતો ચોમાસું તારીખ 5મી જૂને બેસે છે પરંતુ આ વખતે ચોમાસું 30મી મેના રોજ જ કેરળ પહોંચી ગયું. આ વખતે ચોમાસું એટલા માટે વહેલું બેસી ગયું કેમકે, સમુદ્રમાં પવનની પેટર્ન પહેલાંથી જ સ્થાપિત થઈ ગઈ હતી. 

    ચોમાસાના આગમનની પુષ્ટિ કેવી રીતે થાય છે?
    જો કેરળના 14 કેન્દ્રો અને પડોશી વિસ્તારોમાં સતત બે દિવસ સુધી 2.5 મીમી અથવા વધુ વરસાદ પડે તો 10 મે પછી કોઈ પણ સમયે ચોમાસાની પુષ્ટિ થાય છે. આ ઉપરાંત પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફ હોય તેના પર પણ ધ્યાન આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply