Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ GST પરિષદની 46મી બેઠકની કરશે અધ્યક્ષતા

Live TV

X
  • આજે દિલ્હીમાં GST કાઉન્સિલની 46મી બેઠક યોજાશે જેની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ કરશે. કાપડ વેપારીઓનાં GST વધારાના વિરોધ વચ્ચે GST કાઉન્સિલની બેઠક મળશે ત્યારે આ બેઠકમાં ટેક્સટાઈલ ઉદ્યોગ પર 5 ટકા GSTના બદલે 12 ટકા લાદવામાં આવેલા GST ને ઘટાડવા પર ચર્ચા થઈ શકે છે. બેઠકમાં રાજ્યોનાં નાણામંત્રી અને નાણાં મંત્રાલયના સચિવો હાજર રહેશે. આ સિવાય બેઠકમાં મુખ્ય મુદ્દો નાણામંત્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ દરમાં ફેરફાર અંગેનો રાજ્ય સ્તરીય સમિતિનો અહેવાલ રહેશે. દરમાં ફેરફાર કરવા માટે રચાયેલી સમિતિ તેનો અહેવાલ કાઉન્સિલને સુપરત કરશે. આ રૂબરૂ મળનારી બેઠકમાં કેટલીક વસ્તુઓમાં ડ્યુટી વ્યુત્ક્રમના સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply