કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના 42મા સ્થાપના દિવસની કરી અધ્યક્ષતા
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. ગઈકાલે નવી દિલ્હીમાં આ પ્રસંગે બોલતા, તેમણે છેલ્લા બે વર્ષમાં 25 નવા અભ્યાસક્રમોની રજૂઆત પર પ્રકાશ પાડતા સંસ્થાને તેની પહેલ અને અભ્યાસક્રમો માટે અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વૃદ્ધિ તબીબી વિદ્યાર્થીઓ માટે વધુ તકો પ્રદાન કરશે અને ભારતની આરોગ્યસંભાળ પ્રણાલી અને નિષ્ણાત ડોકટરોની ઉપલબ્ધતામાં યોગદાન આપશે.
આ કાર્યક્રમમાં બોલતા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી પ્રો. એસ.પી. સિંહ ભાગલે પણ પેરા-મેડિકલ સ્ટાફની બહાદુરીની પ્રશંસા કરી, જેમણે ખૂબ જ નજીકથી કટોકટીનો સામનો કર્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમના યોગદાને એક પાવરહાઉસ તરીકે ભારતની ધારણાને વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. ઈવેન્ટ દરમિયાન ડૉ. માંડવિયાએ મેડિસિનના 11 નવા ફેલોશિપ અભ્યાસક્રમો સહિત નવ પહેલો પણ લૉન્ચ કર્યા અને વિવિધ કેટેગરીમાં હેલ્થકેર નિષ્ણાતોને પુરસ્કૃત કર્યા.
મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBEMS) એ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેને આધુનિક ચિકિત્સા ક્ષેત્રે અખિલ ભારતીય ધોરણે પરીક્ષાઓ લેવાનું કામ સોંપવામાં આવ્યું છે. NBEMS છેલ્લા 04 દાયકાઓથી તબીબી શિક્ષણના ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે અને ગુણવત્તાયુક્ત અનુસ્નાતક અને પોસ્ટડોક્ટરલ તાલીમ આપવા માટે વિવિધ હોસ્પિટલોના માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરે છે. NBEMS વર્ષ-દર વર્ષે NEET-PG, NEET-SS અને NEET-MDS પરીક્ષાઓનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. NBEMS એ વિવિધ વિશેષતાઓમાં 12,000 થી વધુ PG બેઠકો ધરાવતી 1100 થી વધુ હોસ્પિટલોને પણ માન્યતા આપી છે.
આ કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિકારીઓ, NBEMSના પ્રમુખ અભિજથ સેઠ, ડૉ. મીનુ બાજપાઈ, માનદ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, NBEMS, NBEMS ની ગવર્નિંગ બોડીના સભ્યો પણ હાજર હતા.
