કેન્દ્રીય ગૃહમંત્રીએ AIMIMના અધ્યક્ષ અસહુદ્દીન ઓવૈસીને Z શ્રેણીની સુરક્ષા સ્વીકારવાનો આગ્રહ કર્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહેલ Z શ્રેણીની સુરક્ષા સ્વીકારવાનો આગ્રહ કર્યો છે. આ મહિનાની ત્રીજી તારીખે ઉતરપ્રદેશના હાપુડમાં અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર હુમલો થયો હતો.
રાજ્યસભામાં આ ઘટના અંગે નિવેદન આપાતં ગૃહમંત્રીએ કહ્યું કે, બે આરોપીઓની જુદા જુદા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને પુરાવાઓની ફોરેન્સિક તપાસ ચાલુ છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે અસદુદ્દીન ઓવૈસીની સુરક્ષાનો આદેશ આપ્યો છે તેનો તેમણે અસ્વીકાર કર્યો છે.
અમિત શાહે ઉમેર્યું કે, શ્રીઓવૈસીની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યા પછી તેમને દિલ્હીમાં એક બુલેટપ્રુફ કાર સહિત આખા દેશમાં Z શ્રેણીની સુરક્ષા આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે.
