કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે માદક દ્રવ્ય તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સંમેલનની કરી અધ્યક્ષતા, 1 લાખ 44 હજાર કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો કરાયો નાશ
Live TV
-
દેશના યુવાનો નશાથી દુર રહે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદની અધ્યક્ષતા કરી હતી.આ સંમેલનને સંબોધતાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, દેશના એક પણ યુવામાં નશાની આદત ન હોય તે અમારૂં લક્ષ્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, એક વર્ષમાં 10 લાખ કિલોગ્રામ માદક પદાર્થોનો જથ્થો નષ્ટ કરાયો છે. આમ ,આઝાદીના અમૃત મહોત્સવમાં અમે મોટા લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. આ સંમેલન દરમિયાન 2 હજાર 416 કરોડ રૂપિયાની કિંમતના એક લાખ 44 હજાર કિલોગ્રામથી વધુ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. નોંધનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો-NCV દ્વારા તમામ રાજ્યોના એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સાથે સંકલન કરીને દેશના વિવિધ ભાગોમાંથી આ માદક દ્રવ્યો ઝડપાયા છે.
વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યુ હતુ કે અમારો લક્ષ્ય ફક્ત દેશને નશા મુક્ત બનાવવાની સાથે યુવાનોમાં જાગૃતતા લાવવાનો પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ભારતને નશા મુક્ત બનાવવા માટે ડ્રગ્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.સમ્મેલન દરમિયાન એક વર્ષમાં ઝડપાયેલા માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો.
