કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ IPS પ્રોબેશનર્સની પાસિંગ આઉટ પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા
Live TV
-
હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે આયોજન કરવામાં આવ્યું.
હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી ખાતે IPS પ્રોબેશનર્સની 74મી પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ પરેડમાં 195 તાલીમાર્થી અધિકારીઓએ ભાગ લીધો છે. જેમાં 166 IPS તાલીમ અધિકારીઓ અને ભૂતાન, માલદીવ, નેપાલ તથા મોરેશિયસના 29 અધિકારીઓએ ભાગ લીધો, ઉપરાંત 37 મહિલા અધિકારીઓ પણ આ પરેડમાં ખાસ સામેલ થઈ હતી.
એકેડમીના નિદેશક એ. એસ. રાજને જણાવ્યું કે, 74મી બેચના ટોપર કે. એસ. શહાંશ આ પરેડનું નેતૃત્ત્વ કર્યું હતું. તાલીમાર્થીઓને વર્તમાન જરૂરિયાત અનુસાર તાલીમ આપવામાં આવી છે. માનવ અધિકાર તથા યોગની પણ તાલીમ આપવામાં આવી છે. પ્રથમ વાર નલસાર વિધિ યુનિવર્સિટીના તાલીમાર્થીઓને સ્નાતક અને વિદેશી તાલીમાર્થીઓને ડિપ્લોમા ડિગ્રી આપવામાં આવશે.
