Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમનાથ મહાદેવની પૂજા કરી ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના કરી

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઇકાલે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. જ્યારે આજે પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના કરી. 

    તેમણે લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચારની પૂર્ણાહુતિ બાદ ગતરોજ તેમના ધર્મપત્ની સોનલબેન શાહ સાથે આંધ્ર પ્રદેશના સુપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કર્યા હતાં. તેમજ આજે પ્રથમ જ્યોતિર્લિંગ અને પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સહ પરિવાર દેવાધિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી દેશ તેમજ ગુજરાતના નાગરિકોની સુખાકારીની મંગલકામના કરી હતી.

    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગર વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના ઉપદ્રવને નાથવા યુદ્ધના ધોરણે જરૂરી અટકાયતી પગલાં લેવા કલેકટરને સૂચના આપી

    આ ઉપરાંત, શાહે ગાંધીનગર વિસ્તારમાં ફેલાયેલા કોલેરાના ઉપદ્રવને નાથવા યુદ્ધના ધોરણે જરૂરી અટકાયતી પગલાં લેવા કલેકટરને સૂચના આપી હતી. તેઓએ ગાંધીનગર વિસ્તારમાં કોલેરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના પગલાં લઈ રોગચાળાને તાત્કાલિક કાબૂમાં કરવા તેમજ અસરગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને સુદ્રઢ અને પરિણામલક્ષી આયોજન સાથે સતત કાર્યરત કરવા અંગે જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply