કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ સંમેલનનું ઉદ્ધાટન કરશે
Live TV
-
કેન્દ્રીય રોડ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ક્ષેત્ર માટે પ્રધાનમંત્રી ગતિશક્તિ સંમેલનનું ઉદ્ધાટન કરશે. આ ઓનલાઈન આયોજનમાં કર્ણાટકનાં મુખ્યમંત્રી બસવરાજ બમ્મઈ, પુડુચેરીનાં ઉપરાજ્યપાલ ડૉ. તમિલિસઈ સૌંદરારાજન, રોડ પરિવહન અને હાઈવે રાજ્યમંત્રી વી.કે સિંગ, રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં અનેક મંત્રીઓ તેમજ રોડ પરિવહન અને હાઈવે સચિવ ગીરિધર અરમાને સામેલ થશે.
સંમેલનમાં ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગનાં વિશેષ સચિવ અમૃતલાલ મીણા અને કેન્દ્ર અને રાજ્ય સરકારોનાં પાયા સાથે જોડાયેલા મંત્રાલયોનાં અધિકારી પણ તેમાં જોડાશે. સંમેલનમાં આદામાન નિકોબાર દ્વીપસમુહ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુ અને તેલંગાણા ભાગ લઈ રહ્યા છે. આ આયોજનમાં કેન્દ્રીય રોડ પરિવહન અને હાઈવેની યોજનાઓ અંગે ચર્ચા થશે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અધિકારીઓ અને અન્ય જોડાયેલા પક્ષોની ભાગીદારી રહેશે.
મંત્રાલયે કહ્યું છે કે, પ્રધાનમંત્રી ગતિશક્તિ કાર્યક્રમની સફળતામાં રાજ્યોની મહત્વની ભૂમિકા છે. આ સંમેલનનો હેતુ પાયાનાં માળખા સાથે જોડાયેલા કેન્દ્ર અને રાજ્ય સરકારનાં મંત્રાલયોની યોજનાઓને સમયબધ્ધ રીતે પૂર્ણ કરવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષે 13 ઓક્ટોબરે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરી હતી. જેનો હેતુ રોડ સંપર્કને સુદઢ બનાવવાનો છે.
