Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ગઇકાલે ફિલ્મોનો બહિષ્કાર કરવાની સંસ્કૃતિની ટીકા કરી

Live TV

X
  • કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે ગઇકાલે ફિલ્મોનો બહિષ્કાર કરવાની સંસ્કૃતિની ટીકા કરી હતી. મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ઠાકુરે કહ્યું હતું કે બહિષ્કારની વાત માત્ર વાતાવરણને પ્રદૂષિત કરે છે. તેમણે કહ્યું કે સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની સ્થાપના કરી છે જે તમામ પાસાઓથી ફિલ્મની તપાસ કરે છે અને ત્યાર બાદ જ સિનેમાઘરોમાં ફિલ્મના પ્રદર્શન માટે પરવાનગી આપવામાં આવે છે. શ્રી ઠાકુરે જણાવ્યું હતું કે સંપૂર્ણ જાણકારી વિના કોઈ પણ વસ્તુ પર ટિપ્પણી કરવી વધુ નુકસાન કરી શકે છે, તેમણે ઉમેર્યું હતું કે ભારતીય ફિલ્મો માટે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ઓળખ બનાવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply