કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન દરમિયાનના 86 કેસ પાછા ખેંચવા તૈયારી દર્શાવી
Live TV
-
કેન્દ્ર સરકારે ખેડૂતોના આંદોલન દરમિયાનના 86 કેસ પાછા ખેંચવા તૈયારી દર્શાવી છે. રાજ્યસભામાં કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે આ કેસો પાછા ખેંચવા માટે સંમતિ આપી છે. રેલ્વે મંત્રાલયે ખેડૂતોના આંદોલન દરમિયાન રેલ્વે સુરક્ષા દળ દ્વારા નોંધાયેલા તમામ કેસો પાછા ખેંચવા માટે નિર્દેશો જારી કર્યા છે. ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ અંગે કૃષિમંત્રીએ માહિતી આપી કે સરકારે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા અને લઘુતમ ભાવોને વધુ અસરકારક તથા પારદર્શક બનાવવા માટે આ વર્ષે જુલાઈમાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિની બેઠકો નિયમિતરીતે યોજાઈ રહી છે.
