Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે 262.48 લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી, ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ ખરીદી

Live TV

X
  • લોકસભા ચૂંટણી વચ્ચે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદી માર્કેટિંગ વર્ષ 2024-25માં 262.48 લાખ ટન ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરી છે. ઘઉંની ખરીદી ગત વર્ષની સરખામણીએ વધારે છે. અગાઉના માર્કેટિંગ વર્ષમાં ઘઉંની કુલ ખરીદી 262.02 લાખ ટન હતી. મુખ્યત્વે પંજાબ અને હરિયાણામાં ઘઉંની સારી ખરીદીને કારણે એકંદરે ખરીદીને વેગ મળ્યો છે.

    ગ્રાહક, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સંગ્રહ માટે 262.48 લાખ ટન રવી સીઝનના અનાજની ખરીદી કરવામાં આવી છે. આનાથી 22.31 લાખ ખેડૂતોને રૂ. 59,715 કરોડના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)નો ફાયદો થયો છે. ઘઉંની ખરીદી માર્કેટિંગ વર્ષ 2024-25 દરમિયાન પંજાબમાં 124.26 લાખ ટન, હરિયાણામાં 71.49 લાખ ટન, મધ્યપ્રદેશમાં 47.78 લાખ ટન, રાજસ્થાનમાં 9.66 લાખ ટન અને ઉત્તર પ્રદેશમાં 9.07 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

    ખાદ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ચોખાની ખરીદી પણ સરળતાથી ચાલી રહી છે. લગભગ રૂ. 1,60,472 કરોડના લઘુત્તમ ટેકાના ભાવે 98.26 લાખ ખેડૂતો પાસેથી 489.15 લાખ ટન ચોખાના સમકક્ષ 728.42 લાખ ટન ડાંગર ખરીદવામાં આવ્યા છે. 

    ખાદ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય સ્ટોરેજ પૂલમાં હાલમાં ઘઉં અને ચોખાનો સંયુક્ત સ્ટોક 600 લાખ ટનથી વધુ છે. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક 30 થી 32 કરોડ ટન રાખ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply