કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને GST વળતર પેટે રૂ. 9 હજાર 021 કરોડની ચુકવણી
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા GST કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ હતી. આ માટે GST કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી.
આ એકટની જોગવાઈ મુજબ નાણાકીય વર્ષ 2015-16 ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક 14% લેખે વૃધ્ધિને આધારે તા.01-07-2017થી તા.30-06-2022 સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે રૂ, 9 હજાર 021 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને આજે ફાળવી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
