કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને વિશેષ સહાય યોજના હેઠળ 16 રાજ્યોને 56 હજાર 415 કરોડ રૂપિયા મંજૂર કરાયા
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય 2023-24 યોજના હેઠળ ગુજરાત સહિત 16 રાજ્યોને 56 હજાર 415 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ રોકાણમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, પાણી પુરવઠો, વીજળી, રસ્તા, પુલ અને રેલ્વે સહિતના વિવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આ સહાયનો હેતુ રાજ્યોના મૂડી ખર્ચને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ જલ જીવન મિશન અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્ય સરકારને મળવાપાત્ર ભંડોળ આપવામાં આવશે.
કેન્દ્રીય બજેટ 2023-24 માં રાજ્ય સરકારોને કુલ 1.3 લાખ કરોડ રૂપિયાની 50 વર્ષની વ્યાજ મુક્ત નાણાકીય સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. 16 લાભાર્થી રાજ્યોમાં અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિશા, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
