કેરળમાં આજથી શરુ થશે જી20 હેલ્થ વર્કિંગ ગ્રુપની બેઠક
Live TV
-
ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત હેલ્થ વર્કિંગ ગ્રુપ એટલે કે સ્વાસ્થ્ય કાર્ય સમૂહની પહેલી બેઠક આજથી કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં શરૂ થઈ છે. આ બેઠક 20મી જાન્યુઆરી સુધી ચાલશે.
ત્રણ દિવસીય બેઠકમાં મુખ્યત્વે ત્રણ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. જેમાં આરોગ્ય સંબંધિત ઈમરજન્સી પરિસ્થિતિ, તૈયારી અને પ્રતિક્રિયા, ફાર્માસ્યૂટિકલ સેક્ટરમાં સહયોગ સુદ્રઢ કરવા અંગે વાતચીત થશે. તેમજ વેક્સીન, દવાઓ, ડાયગ્નોસ્ટિક્સ યોગ્ય કિંમતે ઉપલબ્ધ કરાવવા પર ચર્ચા થનાર છે.
આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરે સંબોધન કર્યું હતું. બેઠકમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવાર સામેલ છે, સાથે જી-20 દેશોના પ્રતિનિધિઓ પણ સામેલ છે.
