Skip to main content
Settings Settings for Dark

કોરોનાવાયરસ: કેબિનેટ સચિવ સૌથી અસરગ્રસ્ત 13 શહેરોના અધિકારીઓ સાથે બેઠક યોજશે

Live TV

X
  • કેબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ વીડિયો કોન્ફર્નિસંગથી કોવિડ -19થી દેશના સૌથી વધુ પ્રભાવિત 13 જેટલા શહેરના મ્યુનિસિપાલિટી કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવ અને મુખ્ય આરોગ્ય સચિવોએ પણ ભાગ લીધો હતો. અમદાવાદ, મુંબઇ, દિલ્હી, જયપુર ,તામિલનાડુના ચેંગાલપટ્ટુ સહિતના શહેરોના વહીવટી અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં હોટસ્પોટ બની રહેલા શહેરોમાં સંક્રમણની પ્રવર્તી રહેલી સ્થિતી અને તેને ખાળવા થઇ રહેલા ઉપાયો વિષે સમીક્ષા થઇ હતી. સંબધિત રાજ્યોના મુખ્ય સચિવોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. કેન્દ્ર સરકાર શહેરોમાં કોવિડ-19 સંક્રમણના પ્રબંધન વિશે પહેલાં જ દિશાનિર્દેશ જારી કરી ચુકી છે. કેન્દ્ર સરકાર ભારપુર્વક જણાવી ચુકી છે કે ભૌગોલિક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરતી વખતે સંક્રમિત કેસની સંખ્યા, સંપર્ક અને સ્થિતીઓને ધ્યાને રખાવા જોઇએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply