Skip to main content
Settings Settings for Dark

ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ

Live TV

X
  • 2023-24 માટે ઘઉંના ઉત્પાદનનો રેકોર્ડ 112.18 મિલિયન ટન રહેશે.

    સરકારે જણાવ્યું છે કે, દેશમાં ઘરેલૂ આપૂર્તિ સુનિશ્ચિત ના થાય ત્યાં સુધી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ રહેશે. FCIના અધ્યક્ષ અશોક મીણાએ જણાવ્યું છે કે, કમોસમી વરસાદને કારણે ઘઉંના ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી. કમોસમી વરસાદ બાદ પણ આ વર્ષે ઘઉંના કુલ ઉત્પાદનનો રેકોર્ડ 112 મિલિયન ટન રહેશે. કૃષિ મંત્રાલયના આકલન અનુસાર સરકારે વર્ષ 2023-24 માટે ઘઉંના ઉત્પાદનનો રેકોર્ડ 112.18 મિલિયન ટન રહેશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. અશોક મીણા જણાવે છે કે, સરકારે ઘઉંની ખરીદી શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશમાં લગભગ 10,727 ટન ઘઉંની ખરીદી ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરવામાં આવી છે. ભારતીય ખાદ્ય નિગમે વર્ષ 2023-24માં પંજાબ પાસેથી 13.2 મિલિયન ટન, હરિયાણા પાસેથી 7.5 મિલિયન ટન અને મધ્યપ્રદેશ પાસેથી 8 મિલિયન ટન ઘઉં ખરીદવાનો લક્ષ્ય રાખ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
apply