Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત રેમલને લઈને પશ્વિમ બંગાળ એલર્ટ મોડ પર, NDRFની 14 ટીમ કરાઈ છે સજ્જ

Live TV

X
  • માછીમારોને દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ; આશરે એક લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા

    રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. લેન્ડ સ્લાઇડની પ્રક્રિયા દરમિયાન ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે પવન અને વરસાદના કારણે ઘણા વૃક્ષો પણ ધરાશાયી થયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારોને પાર કરી રહ્યું છે. 

    પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે રાજ્ય સરકારને સંપૂર્ણ સાથસહકાર આપ્યો છે. તેમણે કહ્યું કે ગૃહ મંત્રાલયે પરિસ્થિતિ પર નજર રાખવી જોઈએ અને ચક્રવાતના લેન્ડફોલ પછી સમીક્ષા કરવી જોઈએ જેથી પુન:સ્થાપન માટે જરૂરી સહાય પૂરી પાડી શકાય. પ્રધાનમંત્રીએ સૂચના આપી છે કે, ભારે ચક્રવાતની પરિસ્થિતિમાં એનડીઆરએફની  14 ટીમ સજજ રાખવામાં આવી છે. તેમજ  1 લાખ લોકોને  રાહત છાવણીમાં ખસેડવામાં આવ્યા છે.  સાથે જ ભારતીય નૌસેનાએ ચેતક, અને ડોનિયર વિમાનો સાથે સ્વાસ્થયલક્ષી સુવિધાઓ પણ સજજ રાખી છે. ભારતીય તટરક્ષક દળ કોઈપણ કટોકટી માટે તેની સંપત્તિ તૈનાત કરવા માટે. તેમણે જણાવ્યું હતું કે બંદરો, રેલવે અને રાજમાર્ગો પર ચાંપતી નજર રાખવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

    પ્રધાનમંત્રીએ વધુમાં જાણકારી આપી કે  રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ પશ્ચિમ બંગાળની સરકાર સાથે નિયમિતપણે સંપર્કમાં છે. તમામ માછીમારોને દક્ષિણ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. આશરે એક લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

    પ્રધાનમંત્રીનાં મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, એનડીઆરએફનાં ડીજી, આઇએમડીનાં ડીજી અને એનડીએમએનાં સભ્ય સચિવ પણ ઉપસ્થિત હતાં.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply