ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 96 બેઠક માટે મતદાન, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશની 8-8 સીટ પર બમ્પર મતદાન
Live TV
-
લોકસભાની ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદારોની લાંબી કતાર જોવા મળી રહી છે.
ચોથા તબક્કાના મતદાનમાં 9 રાજય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 96 બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17, ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની 8-8, બિહારની 5 અને ઝારખંડ અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની એક બેઠક માટે પણ આજે મતદાન ચાલી રહ્યુ છે.
ચોથા તબક્કામાં કુલ એક હજાર સાતસો સત્તર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 11 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 24.87 ટકા નોંધાયું છે. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 32.78 ટકા નોંધાયું હતું. તો સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 14.94 ટકા નોંધાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં 17.51 ટકા મતદાન નોંધાયું હતું. તો આંધ્ર પ્રદેશમાં 23.10 , બિહારમાં 22. 54 , ઝારખંડમાં 27.40 , મધ્ય પ્રદેશમાં 32. 38 ટકા મતદાન નોંધાયું છે. તો ઓડિશામાં 23.28 ટકા અને તેલંગાણામાં 24.31 , ઉત્તર પ્રદેશમાં 27.12 ટકા મતદાન નોંધાયું છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.
પશ્ચિમ બંગાળની આઠ લોકસભા સીટો પર અત્યાર સુધી 32.78 ટકા મતદાન નોંધાયું છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં રાજ્યની બહેરામપુર, કૃષ્ણનગર, રાણાઘાટ, બર્ધમાન પૂર્વ, બર્ધમાન-દુર્ગાપુર, આસનસોલ, બોલપુર (અનામત) અને બીરભૂમ બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં કુલ 1.45 કરોડ મતદારો 15 હજાર 507 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે.
મહારાષ્ટ્રની 11 બેઠકો પર ચુંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર અત્યાર સુધી કુલ 17.51 ટકા મતદાન નોંધાયું છે. તો આંધ્રપ્રદેશની 25 લોકસભાની બેઠકો પર ચુંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર કુલ 18.81 ટકા મતદના નોંધાયું છે. તે ઉપરાંત તેલંગાણાની 17 બેઠકો પર ચુંટણી પંચ દ્વારા જાહેર કરેલા આંકડાઓ અનુસાર અત્યાર સુધી કુલ 9.51 ટકા મતદાન નોંધાયું છે. તો બીજી તરફ બિહારમાં 5 લોકસભાની બેઠકો પર ચુંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ અનુસાર કુલ 22.54 ટકા મતદાન નોંધાયું છે. તેની સાથે જારખંડની 1 અને ઓડિશાની 1 લોકસભા બેઠક પર 27.40 ટકા અને 23.28 ટકા મતદાન નોંધાયું છે.
