છત્તીસગઢના સુકમામાં સુરક્ષાબળોને મોટી સફળતા, 16 નક્સલીઓ ઠાર
Live TV
-
છત્તીસગઢના સુકમામાં સુરક્ષાબળોને મળી મહત્વની સફળતા, સુરક્ષાકર્મીઓએ 16 નક્સલીને કર્યા ઠાર, 2 જવાન ઘાયલ, સ્થળ પરથી AK-47 રાઈફલ, SLR અને INSAS રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો
છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.. સુકમા જીલ્લાના કેરલાપાલ ક્ષેત્રમાં સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી.. જેમાં 16 નક્સલીઓને મારવામાં આવ્યા હતા.. કેરલાપાલ ક્ષેત્રમાં નક્સલીઓની ઉપસ્થિતિની સુચના મળતા સુકમા DRG અને CRPFની સંક્યુત ટીમ નક્સલ વિરોધ સર્ચ અભિયાન માટે રવાના થઇ હતી.. સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચેની અથડામણ હાલ પણ ચાલુ છે.. અથડામણવાળા સ્થળ પરથી AK-47 રાઈફલ, SLR અને INSAS રાઈફલ સહિત મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળી આવ્યો હતો.. તેમના કબજામાંથી 303 રાઈફલ્સ, રોકેટ લોન્ચર, BGL લોન્ચર અને અન્ય ગુનાહિત સામગ્રી મળી આવી છે.. અથડામણમાં DRGના બે જવાન ઘાયલ થયા હતા..
અગાઉ ત્રણ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા
આ પહેલા મંગળવારે દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી એકની ઓળખ સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી તરીકે થઈ હતી, જેના પર 25 લાખ રૂપિયાનું ઈનામ હતું. આ સાથે જ ઘટનાસ્થળેથી ઈન્સાસ રાઈફલ, 303 રાઈફલ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.