જી-20 અંતર્ગત ગાંધીનગર ખાતે આવતીકાલથી નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેન્કોના ગવર્નરોની બે-દિવસીય બેઠક યોજાશે
Live TV
-
ગુજરાતમાં જી-20 અંતર્ગત ગાંધીનગર ખાતે આવતીકાલથી ત્રીજી નાણાં કાર્યજૂથ અને મધ્ય બેન્કો ડેપ્યુટી કાર્યજૂથની ત્રિ-દિસીય બેઠક તથા 17 જુલાઇથી જી-20 દેશોના નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેન્કોના ગવર્નરોની બે-દિવસીય બેઠક યોજાશે. આ બેઠકોમાં વિવિધ દેશોના 300 થી વધુ મહાનુભાવો ભાગ લેશે.
આવતીકાલથી શરૂ થતી બેઠકમાં મલ્ટી લેટરલ ડેવલપમેન્ટ બેન્કોને મજબૂત કરવા અંગેના નિષ્ણાત જૂથના અહેવાલ ચર્ચા સત્ર યોજાશે. ઉપરાંત માળખાકીય વિકાસ, મૂડીરોકાણ, નાણાકીય જોગવાઈ તેમજ કરચોરી, ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતી જેવા વિષયો પર ચર્ચા સત્રો પણ યોજાશે. 17 જુલાઇથી શરૂ થતી બેઠકમાં વૈશ્વિક અર્થતંત્ર અને આરોગ્ય, ક્રિપ્ટો ચલણ માટે નીતિ નિર્માણ, આંતરરાષ્ટ્રીય નાણાકીય માળખુ – કરવેરા જેવા વિષયો પર સત્રો યોજાશે
