Skip to main content
Settings Settings for Dark

ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ત્રિપુરાને મળ્યો એવોર્ડ

Live TV

X
  • ટીબી મુક્ત ભારત અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ત્રિપુરાને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે પુરસ્કાર આપ્યો છે. વિશ્વ ક્ષય દિવસ નિમિતે આપવામાં આવતો આ એવોર્ડ, રાજ્યની ક્ષય રોગ સામેની સતત લડાઈમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.

    મુખ્યમંત્રી માણિક સાહા, આ સન્માન પર ખુશી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ ત્રિપુરાના રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના નિયામકને પ્રમાણપત્ર સોંપ્યું. ત્રિપુરા માટે ગર્વની ક્ષણ! વિશ્વ ક્ષય દિવસ પર, અમને ટીબી મુક્ત ભારત અભિયાનમાં અમારા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી એવોર્ડ મળ્યો છે. અમે આ સન્માન માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાનો આભાર માનીએ છીએ.

    સાહાએ આ અભિયાનમાં સામેલ સમગ્ર ટીમનો આભાર માન્યો. તેમણે કહ્યું, "જિલ્લા અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને નિક્ષય મિત્રએ ટીબીના કેસોને ઓળખવા અને અસરકારક રીતે સારવાર આપવામાં અથાક મહેનત કરી છે. તેમની મહેનત અને સમર્પણ પ્રશંસનીય છે."

    ત્રિપુરા સરકારનો આ પ્રયાસ ટીબી સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.

X
apply