ડૉ. મનસુખ માંડવીયાએ દેશમાં સ્વદેશી કોવિડ રસી વિકસાવવામાં આવી તેને લઇને એક સ્મારક ટપાલ ટીકીટ બહાર પાડી
Live TV
-
ડૉ. માંડવીયાએ આરોગ્ય કાર્યકરો, વૈજ્ઞાનીકો અને કોવિડ રસી વિનિર્માતા કંપનીઓ સહુને અભિનંદન આપ્યા.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી ડોકટર મનસુખ માંડવીયાએ કહયું છે કે આજનો દિવસ દરેકે દરેક વ્યકિત માટે ખુબ જ મહત્વપુર્ણ છે. કારણ કે આજના જ દિવસે દેશમાં રસીકરણ અભિયાન શરૂ થયું હતું. ડોકટર મનસુખ માંડવીયાએ દેશમાં સ્વદેશી કોવિડ રસી વિકસાવવામાં આવી તેને લઇને એક સ્મારક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમણે કહયું કે ભારતના રસીકરણ અભિયાનથી સમગ્ર વિશ્વ આશ્ચર્યચકિત છે અને દેશમાં ૧પ૬ કરોડથી વધારે કોવિડ રસી આપવામાં આવી છે. ડોકટર માંડવીયાએ કહયું કે ૧૮ વર્ષથી વધારે ઉંમરના ૯૩ ટકા લોકોને કોવિડની રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે. તે ઉપરાંત દેશની વસ્તીના ૭૦ ટકા લોકોનું રસીકરણ થઇ ગયું છે.
ભારતનું કોવિડ-૧૯ રસીકરણ અભિયાન ગયા વર્ષે ૧૬મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ વિશ્વનો સૌથી વિશાળ રસીકરણ કાર્યક્રમ છે. જેમાં સમગ્ર દેશના લોકોને આવરી લેવામાં આવ્યા છે. ર૧મી જુન ર૦ર૧ ના રોજ ૧૮ વર્ષથી મોટી વયના બધા જ લોકોને વિનામુલ્યે રસી આપવામાં આવી હતી. હાલમાં ભારતમાં કોવિડશિલ્ડ રસીની ઉત્પાદન ક્ષમતા દર મહિને રપ કરોડ ડોઝની છે, જયારે કો-વેકસીન રસીની ઉત્પાદન ક્ષમતા દર મહિને લગભગ છ કરોડ ડોઝની છે.
