ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર, PM મોદી આજે બે ચૂંટણીસભાને સંબોધન કરશે
Live TV
-
ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ 60 સીટો માટે મતદાન થશે.
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. સૌથી પહેલા ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ 60 સીટો માટે મતદાન થશે અને 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચૂંટણી પ્રચારને લઈ રાજ્યના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે જાહેર રેલીઓને સંબોધિત કરશે. તેમની પ્રથમ રેલી ધલાઈ જિલ્લાના અંબાસા ખાતે અને બીજી રેલી ગોમતી ખાતે યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી કાર્યાલય અને કેન્દ્રીય સંચાર બ્યૂરોએ સમગ્ર રાજ્યમાં મતદાતા જાગૃતતા કાર્યક્રમોનું આયોજન કર્યું છે.
